viaviramgamnews

ઓનલાઇન વેપાર બંધની માગ

ઓનલાઇન વેપાર બંધની માગ

વિરમગામ મોબાઇલ એસોસિએશન દ્વારા 16 ઓક્ટોબર બુધવારના રોજ ટાવરચોકથી તાલુકા સેવાસદન સુધી મૌન રેલી યોજવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા. ઓનલાઇન વેપાર બંધ કરવાની માગ સાથે વેપારીઓએ તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર વિવિધ કંપનીઓ ઓનલાઈન વેચાણ કરે છે. ઓફલાઈનમાં પણ ડીલરો દ્વારા નાના વેપારીઓ સુધી માલ પહોંચાડે છે. ત્યારે વેપારીઓને મુખ્ય તકલીફ એ થાય છે કે વેપારીઓની ખરીદ કિંમત કરતાં પણ ઓછી કિંમતે ઓનલાઇન કંપનીઓ દ્વારા માલ વેચવામાં આવે છે. જેથી નાના વેપારીઓ પોતાનો માલ વેચી શકતા નથી. તેના કારણે વેપાર રોજગારમાં મંદીનો માહોલ દિન-પ્રતિદિન વધતો જાય છે. નાના મોટા વેપારીઓએ કેન્દ્ર સરકારના નોટબંધી, જીએસટી સહિતના પગલાઓને દેશહિતમાં સ્વીકાર્યા છે. ત્યારે લાખો નાના મોટા વેપારીઓના હિતમાં સરકાર ઓનલાઇન વેચાણને તાત્કાલિક પ્રતિબંધિત જાહેર કરે તેવી માગણી કરાઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *