viaviramgamnews

ગટરના પ્રશ્નો સહિતના મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ

ગટરના પ્રશ્નો સહિતના મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ

વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 2 જીગર સોસાયટી માં ઘણા સમયથી ગટરના ગંદા પાણી નો નિકાલ ન થતા ગંદા પાણી રસ્તા માં ઉભરાય છે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે મોટો રોગચાળો થાય તેવી આ સ્થિતિ સર્જાઇ છે અને સ્થાનિકો દ્વારા નગરપાલિકાને અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આજદિન સુધી પાલિકા દ્વારા કોઈ જાતની ગટર સાફ-સફાઈની તજવીજ હાથ ધરી નથી ગટર ઉભરાતા તળાવ જેવી સ્થિતિ સર્જાતા મહિલાઓ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચી હતી.


પ્રમુખ,ચીફ ઓફિસર હાજર ન હોવાના કારણે મહિલાઓ રોષે ભરાઈ હતી પ્રમુખ હાય હાય ના નારા બોલાવ્યા અને પોતાનો રોષ ઠાલવ્યો વધુમાં જણાવ્યું હતું કે પોતાના વિસ્તારના કાઉન્સિલર કાન્તીભાઈ પટેલ તેમની રજૂઆત સાંભળતા નથી ત્યારે જો સાફ સફાઈ ટૂંક સમયમાં નહી કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાય તેમ છે આ બાબતે તાત્કાલિક પગલા ન લેવાય તો નગરપાલિકા ખાતે સોસાયટી ના રહીશો દ્વારા ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *