viaviramgamnews

ગુજરાત ચૂંટણી : દસાડા સીટ ; નૌશાદ સોલંકી vs રમણલાલ વોરા

ગુજરાત ચૂંટણી : દસાડા સીટ ; નૌશાદ સોલંકી vs રમણલાલ વોરા

અમદાવાદ : ગુજરાતમાં દસાડાની સીટ દલિતો માટે આરક્ષિત છે. બીજેપીએ વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ રમણલાલ વોરાને જ્યારે કોંગ્રેસે યુવાનેતા નૌશાદ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. રમણલાલ વોરા પહેલાં ઇડરથી ચૂંટણી લડતા હતા પણ આ વખતે પક્ષે દસાડા સીટની ટિકિટ આપી છે. નોંધનીય છે કે સ્થાનિય સ્વરાજની ચૂંટણીમાં બીજેપીએ કારમી હારનો સામનો કર્યો હતો. હાલમાં બીજેપીમાં અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહી છે અને આ સંજોગોમાં જીત માટે  બીજેપીનું ગણિત કોઈના ગળે ઉતર્યું નથી.

આ્ર સીટ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. આ વિધાનસભા સીટમાં મતદાન માટે 253 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ સીટ માટે મતદાતાઓની સંખ્યા 218763 હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પુનમભાઈ મકવાણાએ જીત મેળવી હતી જ્યારે રમણલાલ વોરાને 2016માં વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 

રમણલાલ વોરા બીજેપીના ટોચના દલિત ચહેરાઓમાંથી એક છે. આ પહેલાં તેઓ સાબરકાંઠાની ઇડર સીટથી ચૂંટણી લડતા હતા. 1995થી માંડીને 2012 સુધી યોજાયેલી પાંચ ચૂંટણીમાં રમણલાલ વોરાને ઇ઼ડર સીટ પરથી સફળતા જ મળી છે. આ વખતે પક્ષે તેમને દસાડા પરથી ઉભા રાખ્યા હતા. તેમના કારણે સુરેન્દ્રનગરની આ સીટ પર સ્પર્ધા વધારે જોરદાર થઈ ગઈ છે. 

આ સીટ પર રમણલાલ વોરાનો મુકાબલો છે કોંગ્રેસના નૌશાદ સોલંકી સાથે. નૌશાદ ગુજરાત કોંગ્રેસના અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગને સંભાળે છે અને તેઓ છેલ્લા કેટલાક સમયથી દસાડામાં કામ કરી  રહ્યા છે. આમ,  દસાડા સીટ બંને રાજકીય પાર્ટીના દલિત નેતાઓ માટે ચૂંટણીનો અખાડો બની ગઈ છે.  ગુજરાતની કુલ વસતિમાં દલિતોનો હિસ્સો લગભગ સાત ટકા જેટલો છે. આ સંજોગોમાં દસાડા પર રસપ્રદ રાજકીય જંગ જામશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *