viaviramgamnews

પાટડી શહેરમાં લાખોના ખર્ચે લગાવેલા CCTV કેમેરાને ‘મોતિયો’ આવ્યો

પાટડી શહેરમાં લાખોના ખર્ચે લગાવેલા CCTV કેમેરાને ‘મોતિયો’ આવ્યો

પાલિકા અને પોલીસ દ્વારા ગુનાખોરી રોકવા કેમેરા લગાવાયા હતા

– કેમેરા લાગ્યાના ટૂંકા સમયમાં જ બંધ થઇ ગયા કેટલીક જગ્યાએ કેબલ પણ તૂટી ગયા છે

પાટડી તા. 5 ઓક્ટોબર 2019, શનિવાર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે થોડા સમય પહેલાં નગરપાલિકા દ્વારા તથા પાટડી પોલીસ તંત્ર દ્વારા શહેરમાં અસામાજીક પ્રવૃત્તિઓ રોકવા તથા ગુન્હેગારોને પકડવામાં મદદરૂપ થતાં તથા શહેરની ગતીવિધિઓ પર નજર રાખવા લાખોના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં હતાં.

પરંતુ થોડા સમય લગાવ્યા બાદ સીસીટીવી કેમેરા કાર્યરત ન રહેતાં હાલ ધુળખાઈને બંધ હાલતમા પડયા હોવાથી શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટડી નગરપાલિકા દ્વારા શહેરમાં બનતાં ગુન્હાઓ અટકાવવા અલગ-અલગ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં હતાં. પરંતુ થોડા સમય બાદ સીસીટીવી કેમેરા બંધ થઈ જતાં હાલ ધુળ ખાઈને બંધ હાલતમાં નજરી પડી રહ્યાં હતાં.

શહેેરમાં લગાવેલ એક પણ કેમેરો શરૂ નથી જ્યારે અનેક કેમેરાના કેબલો પણ કપાઈ ગયાં છે અને પાટડીના મુખ્ય ચાર રસ્તા પર લગાવેલ કેમેરા રોડ પર રહેવાને બદલે જમીન તરફ ઢળી પડયાં છે. આ અંગે રજુઆતો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નથી. આથી તાત્કાલીક લાખોના ખર્ચે લગાવેલ સીસીટીવી કેમેરા રીપેર કરવામાં આવે અથવ નવાં નાંખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સીસીટીવી કેમેરા લગવ્યા બાદ પાટડીવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી પરંતુ થોડા સમય બાદ તમામ કેમેરાઓ બંધ થઈ જતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *