viaviramgamnews

વિરમગામની ઐતિહાસિક રથયાત્રા વિશેષ

વિરમગામની ઐતિહાસિક રથયાત્રા વિશેષ

વિરમગામમાં ઐતિહાસિક રામમહેલ મંદિરથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય છે

વિરમગામ નગરના રાજમાર્ગો પર રથયાત્રા નિકળતા ભક્તિમય માહોલમાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવાય છે

અષાઢી બીજના પાવન પવિત્ર દિવસે વિરમગામ શહેરનાં ઐતહાસીક ૪૦૦ વર્ષ પુરાણા રામમહેલ મંદિરથી રથયાત્રા પ્રસ્થાન થાય છે. રથયાત્રા પ્રસ્થાન સમયે વિરમગામ મત વિસ્તારના ધારાસભ્ય તથા સંતો મહંતો રાજકીય આગેવાનો જમાવડો ઉપસ્થિત રહે છે.

રથયાત્રા રામમહેલ મંદિરથી મનુસરરોડ, વૈદ્યફળી, સુતારફળી, ગોલવાડા રોડ, પરકોટા થઇ ગોલવાડી દરવાજા સરદાર પટેલ સર્કલ થઇ રેલ્વે સ્ટેશન મીલ રોડ, ભરવાડી દરવાજા પાનચકલા, મોચી બજાર, કાપડબજાર, જુમ્મામસ્જીદ રોડ, બોરડીબજાર થઇ વિરમગામ શહેરના રાજમાર્ગ ઉપર ફરે છે. રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથના દર્શનાર્થે હજારોની સંખ્યામાં રથયાત્રાના રૂટ ઉપર રોડની બન્ને સાઇડ ધાબા અગાસી ઉપર ભાવિક ભક્તો ઉમટી પડે છે.રથયાત્રાના રૂટ ઉપર સેવાભાવી સંસ્થાઓ યુવક મંડળો દ્વારા ઠેર ઠેર ઠંડાપાણી શરબત લસ્સી છાસ વરીયાળી પાણી સહિત ખાન-પાનના કેન્દ્રો ઉભા કરાય છે. રથયાત્રામાં યુવાનો દ્વારા તલવારબાજી, મોટર સાયકલ દાવ સહિત જાતજાતના કરતબો દેખાડી ભાવિક ભક્તોને મનોરંજન પૂર પાડે છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *