viaviramgamnews

વિરમગામમાં દશેરા અગાઉ ફાફડા જલેબીનું ખુલ્લામાં થતું ધૂમ વેચાણ

વિરમગામમાં દશેરા અગાઉ ફાફડા જલેબીનું ખુલ્લામાં થતું ધૂમ વેચાણ

વિરમગામ શહેરમાં ઘણા સમયથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈપણ જાતનું ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી. ફાફડા, જલેબી, પેડા સહિતના ખાવાની ચીજ વસ્તુઓ વેપારીઓ દ્વારા ખુલ્લામાં વેચાણ કરવામાં આવે છે. મીઠાઈઓમાં પ્રતિબંધિત માવાનો ઉપયોગ કરવામાં આવે છે. જાહેર રસ્તા પરની મીઠાઇ ફરસાણની દુકાનોમાં કાઉન્ટર ઉપર ખાદ્ય ચીજો ઉપર જાળી કે નેટ રાખવામાં આવતી નથી. ત્યારે વિરમગામ શહેર-પંથકના લોકો લાખો રૂપિયા ખર્ચીને જલેબી ફાફડા મીઠાઈઓ સાથે બીમારી પણ ફ્રીમાં મેળવશે.

હાલ વરસાદની સિઝન ચાલી રહી છે. ત્યારે વિરમગામ શહેરમાં મચ્છર તથા માખીનો ઉપદ્રવ વધી ગયો છે. ગંદકીના કારણે ખૂબ મચ્છરનો ઉપદ્રવ છે જે વેપારીઓના ખોરાક પર બેસે છે અને રોગ ફેલાવે છે. વધુમાં ઘણી દુકાનોમાં તળવાનું તેલ પણ બદલવામાં આવતું નથી. એક જ તેલમાં વારંવાર તળવાના કારણે અનેક લોકોના સ્વાસ્થ્ય બગડે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિરમગામ શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદથી નિયમિત સમયે અધિકારીઓ આંટો મારીને હપ્તાઓ લઈ જતા હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધી કોઇપણ જાતનનું ચેકિંગ કરવામાં આવ્યુ નથી. ચેકિંગ કરવામાં આવે તો પણ સેમ્પલ લીધા બાદ આજદિન સુધી કોઈપણ વેપારીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવેલ નથી. માત્ર દેખાવ પૂરતો દંડ કરવામાં આવે છે. હાલ દશેરાને હજુ બે દિવસની વાર છે અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર હપ્તા જ ઉઘરાવશે કે પોતાની ફરજ પણ નિભાવશે તે જોવું રહ્યું.

ખાદ્ય પદાર્થને ઢાંકવામાં પણ નથી આવતો. તસવીર જયદીપ પાઠક

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *