viaviramgamnews

વિરમગામ નજીક ભોજવા ફાટક પાસેથી 43 લાખનો દારૃ ઝડપાયો

વિરમગામ નજીક ભોજવા ફાટક પાસેથી 43 લાખનો દારૃ ઝડપાયો

-રાજ્યની ડીજી વિજીલન્સની ટીમે કુલ 68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વિરમગામ, તા.22 ઓકટોબર 2018,સોમવાર

અમદાવાદ જિલ્લામાં ઇંગ્લીશ દારૃનું વેચાણ અને કટીંગ વધી રહ્યું છે. તેમજ જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે હાઇવે ઉપર ઇંગ્લીશ દારૃની હેરાફેરી થતા કટીંગ થતું હોવાની બાતમીના આધારે વિરમગામ નજીક ભોજવા ફાટક પાસેથી ગત રાત્રિના રાજ્યની ડીજી વિજીલન્સની ટીમે રૃા. ૪૩ લાખની કિંમત ૧૦૬૪ પેટી અંગ્રેજી દારૃ ભરેલું મોટું ટ્રેલર સહિત લાખોનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો અને આરોપીઓ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યની ડી જી વીજીલન્સ ગાંધીનગરને ચોક્કસ બાતમી મળેલના આધારે ગત રાત્રિના વિરમગામ નજીક ભોજવા ફાટક પાસે વોચ ગોઠવી ઉભા હતા. તે દરમ્યાન ચોક્કસ બાતમીવાળુ શંકાસ્પદ ટ્રેલર નીકળતા તેને ઉભુ રાખી તપાસ કરતા વિદેશી દેશી દારૃ બીયર ભરેલુ ટ્રેલર ઝડપી પાડયું હતું. આ ટ્રેલરની અંદર ચોખાના કટ્ટાની આડમાં તાડપત્રી ઢાંકેલું અંદર વિદેશી દારૃ સંતાડયો હતો.

તાડપત્રી ખોલતા વિવિધ બ્રાંડના વિદેશી દારૃની ૧૦૪૬ પેટી મળી આવી હતી. જેની કિંમત ૪૩ લાખ અને ટ્રેલર સાથે મુદ્દામાલ ૨૫ લાખ કુલ ૬૮ લાખના મુદ્દામાલ ઝડપી પાડયો હતો. રાજ્યમાં આટલી બધી ચેક પોસ્ટો હોવા છતાં તેમજ પોલીસના ચેકનાકા પસાર કરી આ જમ્બો ટ્રેલર વિરમગામ ભોજવા ફાટક સુધી કઇ રીતે પહોંચ્યુ તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

વિરમગામના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૃ પકડવાની સૌ પ્રથમ ઘટના છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *