viaviramgamnews

વિરમગામ શહેરમાં નવરાત્રિ પર્વની ધામધુમપુર્વક ઉજવણી

વિરમગામ શહેરમાં નવરાત્રિ પર્વની ધામધુમપુર્વક ઉજવણી

-શહેરમાં મહોલ્લા, શેરી, સોસાયટીઓમાં પરંપરાગત ગરબીઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

વિરમગામ, તા.13 ઓકટોબર 2018,શનિવાર

વિરમગામ શહેરમાં નવરાત્રીપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. મા અંબાની આરાધના પર્વને ઉજવવા માટે નગરજનોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં મહોલ્લા, શેરીઓમાં સોસાયટીના કોમન પ્લોટમાં પરંપરાગત ગરબીઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં બાળાઓ જગદબા સ્વરૃપ ગરબે ધૂમે છે.

વિરમગામ શહેરમાં વર્ષોથી ચાલતી ગરબી જેવી કે ગદાવાડા, મોટાભાલવાડો ખાનનાડેલા, પરકોટા, સુથારફળી, મહાલક્ષ્મી પોળ, નાના પરકોટા, સથવારાફળી જુનીમીલની ચાલી ગરબીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ત્યારે મધુસૂદન સોસાયટી ગુરૃકૃપા સોસાયટી ઝાલાવાડ સોસાયટી સીધ્ધનાથ સોસાયટી મંગલમ સહિત અનેક સોસાયટીઓમાં લાઈટો રોશનીથી ગરબીનો શણગારવામાં આવી છે.

વિરમગામ શહેરમાં ઁ કલામંદિર દ્વારાનાની વયના ભૂલકાઓ માટે માકેટયાર્ડ જયારે મોટો પરકોટા વિસ્તારમાં ૪ વર્ષથી ૧૪ વર્ષની વયના ભૂલકા માટે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોટા પરકોટામાં ૮૦૦ જેડલા નાના ભૂલકાઓ ગરબે ધૂમવા આવે છે. દરરોજ દરેક બાળકોને જુદી જુદી વસ્તુઓ ગીફટ આપવામાં આવે છે.

વિરમગામ શહેરમાંશેરી ગરબાઓનું મહત્વ આજેપણ અકબંધ ચુક્યું છે. વિરમગામ શહેરમાં મહોલ્લા શેરીઓમાં નવરાત્રી દરમ્યાન પૂવાધન ગરબે ધૂમવાનો અનેરો ઉત્સાહ વર્તાય રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *