viaviramgamnews

સુરેન્દ્રનગર : વાવડી ગામે ટ્રેક્ટર સાથે તણાયા હતા 7 મજૂર, રવિવારે પાણી ઓછું થતાં 6 લોકોના મૃતદેહ મળી આવ્યા

સુરેન્દ્રનગર : વાવડી ગામે ટ્રેક્ટર સાથે તણાયા હતા 7 મજૂર, રવિવારે પાણી ઓછું થતાં 6 લોકોના મૃતદેહ મળી આવ્યા

રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : શનિવારે ભારે વરસાદને પગલે ધ્રાંગધ્રાના વાવડી ગામ ખાતે 11 જેટલા લોકો નદીના પ્રવાહમાં તણાયા હતા જે પૈકી 4 લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. સાત લોકો પાણીમાં ગરકાવ થયા હતા જે રવિવારે પાણી ઓછું થતાં 6 મૃતદેહ મળી આવ્યા છે. એક મૃતદેહની શોધખોળ ચાલુ છે.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આર્મીના જવાનોએ જીવના જોખમાં નદીના ધસમસતા પ્રવાહમાંથી ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

ટ્રેક્ટર લઈને નદી પાર કરવા જતાં તણાયા : ભારે વરસાદને પગલે ફલકુ નદીમાં ભારે પૂર આવ્યું હતું. આ દરમિયાન 11 જેટલા લોકોએ ટ્રેક્ટર લઈને નદીને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેક્ટર નદીના પ્રવાહમાં તણાયું હતું. શરૂઆતમાં ત્રણ લોકો નદીમાં તણાયા હતા અને બાકીના લોકો ટ્રેક્ટરની છત્રી પર બેસી ગયા હતા.

ત્યારબાદ, નદીમાં ટ્રેક્ટર સાથે લોકો ફસાયા હોવાનું જાણ્યા બાદ તંત્ર મદદ માટે પહોંચી ગયું હતું. આ દરમિયાન આર્મીની બે ટુકડી પણ અહીં આવી પહોંચી હતી. જોકે, તંત્ર અને આર્મી કોઇ કાર્યવાહી કરે તે પહેલા જ ટ્રેક્ટર પર સવાર તમામ લોકો નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા.

આ દરમિયાન આર્મીના જવાનોએ જીવના જોખમે નદીના પાણીમાં તરીને ચાર લોકોને બચાવી લીધા હતા. જ્યારે બાકીના લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ મામલતદાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ કલેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે ટ્રેકટર સાથે નદીમાં તણાયેલા લોકોમાં શંખેશ્વર તાલુકાના મજૂરો અને વાવડી ગામના રબારી સમાજના લોકો હતા. તણાયેલા લોકોમાં બાળકો, મહિલાઓ અને યુવકોનો સમાવેશ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *