viaviramgamnews

About Us

આપણા પંથકના પ્રશ્નોને વાચા આપતુું પૉર્ટલ…
દેશદુનિયાના મહત્ત્વના સમાચારો તો ખરા જ..

પત્રકારાત્વ ક્ષેત્રે કાર્યરત પત્રકારો દ્વારા કાર્યરત ડિજીટલ ન્યુઝ પોર્ટલ વાયા વિરમગામ વિરમગામનું સૌપ્રથમ ઓન્લી ફોર લોકલ ન્યુઝની એકમાત્ર વેબસાઈટ છે વિરમગામ, દેત્રોજ, માંડલ, સુરેન્દ્રનગર આસપાસ પંથકના સમાચારો લોકલથી ગ્લોબલ લેવલ સુધી પહોંચાડવાનાં ઉદ્દેશ સાથે લોકલ સમાચારોની દુનિયામાં ક્રાંતિકારી પહેલ સાથે સ્થાનિક દરેક ખબર હરેક સમાચારને સત્ય, સરળ, સ્પષ્ટ સ્વરૂપે રજૂ કરતી એકમાત્ર વેબસાઈટ

Via Viramgamnews ગુજરાતી ડિજિટલ યુગમાં સમાચાર અને મનોરંજનની ગુજરાતી ઓળખ છે. યુવા પેઢીને આકર્ષતા અને નીડર પત્રરકારત્વના સહારે સહિત દેશનો અવાજ બન્યાંનો અમને ગર્વ છે. માધ્યમોની ભીડમાં લોક-લાગણી અને લોકોની માહિતીની જરૂરિયાતને Via Viramgamnews સૌથી વધારે સમજી શક્યું છે. સાચા પત્રકારત્વને અપનાવી લોકતંત્રની ચોથી જાગીરને સાચવવાનો પ્રયાસ અમે કરતાં આવ્યાં છીએ અને કરતા રહીશું. ડિજિટલ માધ્યમથી સમાજમાં હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Via Viramgamnews લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Via Viramgamnews ગુજરાતી માહિતીને શ્રેષ્ઠ રીતે પીરસે છે અને ડિજિટલ યુગમાં Via Viramgamnews એ ગુજરાતીઓની પરિકલ્પનાઓને જાળવી છે અને સંસ્કૃતિના સંવર્ધનનું કામ કર્યું છે. ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ તેમજ સિદ્ધિઓને લઈને ગુજરાતીઓનો અવાજ બનવાનો Via Viramgamnews ગુજરાતીએ હંમેશા પ્રયત્ન કર્યો છે. વિરમગામ, દેત્રોજ, માંડલ, સુરેન્દ્રનગર આસપાસ પંથકના સ્થાનિકોની લાગણી અને માગણીનું મહામાધ્યમ બનવા માટે પણ અમે કટિબદ્ધ છીએ.

ગુજરાતી ભાષાના માધ્યમથી જાણકારી મેળવવા ઇચ્છતા લોકો માટે ઊંડાણમાં જઇ અમે સમાચાર, સંસ્કૃતિ, વિચાર અને મનોરંજનનો સંપૂર્ણ સ્વાદ ગુજરાતી ઓળખ સાથે પીરસવા તૈયાર છીએ.

અમારી ટીમમાં અનુભવી પત્રકારો અને આધુનિકતાથી માહિતગાર લોકો શામેલ છે. અમારું કર્તવ્ય સૌથી પહેલા અને સૌથી વિશ્વસનીય સમાચાર પહોંચાડવાનું છે. પત્રકારત્વના હાર્દને નુકસાન પહોંચાડ્યા સિવાય સચોટ આંકડા અને સરળ ભાષામાં સમાચાર આપના સુધી પહોંચે તે અમારું ધ્યેય છે.