viaviramgamnews

સેન્સેક્સ 141 અંક ઘટીને 37,532 પર, નિફ્ટી 11130ની નીચે બંધ

  • બીપીસીએલના શેરમાં 5% ઘટાડો, જેએસડબલ્યુ સ્ટીલમાં 3% નુકસાન
  • યસે બેન્કના શેરમાં 7.6% ઉછાળો, ઝી એન્ટરટેન્ટમેન્ટમાં 5.6% વધારો

Divyabhaskar.com

Oct 07, 2019, 04:59 PM IST

મુંબઈઃ શેરબજાર સોમવારે સમગ્ર દિવસન ઉતાર-ચઢાવ બાદ ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 141 અંક ઘટીને 37,531.98 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 37,480.53ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીએ 48.35 અંક ઘટીને 11,126.40 પર કારોબાર ખત્મ કર્યો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 11,112.65 સુધી ઘટ્યો હતો. એનાલિસ્ટોના જણાવ્યા મુજબ નબળા વિદેશી સંકેતોના કારણે બજારમાં વેચવાલી થઈ હતી.

સતત છઠ્ઠા કારોબારી સત્રમાં નુકસાન

કારોબારની શરૂઆત વધારા સાથે થઈ હતી. જોકે થોડી જ વારમાં જ ઘટાડો જોવા મળ્યો હતો. ઉતાર-ચઢાવની વચ્ચે સેન્સેક્સ 246 અંક ઘટીને 37,919.47 સુધી પહોંચ્યો હતો. નિફ્ટી 59 અંકના વધારા સાથે 11,233.85ના સ્તરે પહોંચ્યો હતો. જોકે વધારો યથાવત રહી શક્યો ન હતો અને બજાર સતત છઠ્ઠા કારોબારી સત્રમાં ઘટાડા સાથે બંધ થયું હતું.

ફાર્મા ઈન્ડેક્સમાં 3% ઘટાડો

સેન્સેક્સના 30માંથી 22 અને નિફ્ટીના 50માંથી 32 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. એનએસઈ પર 11માંથી 8 સેક્ટર ઈન્ડેક્સ નુકસાનમાં રહ્યાં. ફાર્મા ઈન્ડેક્સ સૌથી વધુ 0.35% ઘટ્યો હતો. બીજી તરફ મીડિયા ઈન્ડેક્સ સૌથી વધુ 1.37% વધ્યો હતો.

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
બીપીસીએલ 5.17%
જેસડબલ્યુ સ્ટીલ 3.07%
ઓએનજીસી 2.93%
અલ્ટ્રાટેક સિમેન્ટ 2.63%
સિપ્લા 2.40%

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
યસ બેન્ક 7.59%
ઝી એન્ટરટેન્ટમેન્ટ 5.62%
બ્રિટાનિયા 3.88%
એક્સિસ બેન્ક 1.87%
નેસ્લે ઈન્ડિયા 1.18%

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *