viaviramgamnews

ટ્રમ્પે કહ્યું- જો અમેરિકાના હિતમાં હશે, તો જ ચીન સાથે વેપાર સમજૂતી થશે

ટ્રમ્પે કહ્યું- જો અમેરિકાના હિતમાં હશે, તો જ ચીન સાથે વેપાર સમજૂતી થશે
  • ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં હું એકમાત્ર એવો વ્યક્તિ છું જે સારી વેપાર સમજૂતી કરવામાં સક્ષમ છું
  • ચીન સાથે વેપાર સમજૂતી એક મહત્વપૂરણ તબક્કામાં છે, જો આવું શક્ય થશે તો આ મહાન સમજૂતી હશે

Divyabhaskar.com

Oct 05, 2019, 01:43 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રન્પે શુક્રવારે કહ્યું કે, અમેરિકાના હિતમાં હશે તો તે અમેરિકા સાથે વેપાર સમજૂતી કરવા માટે તૈયાર છે. એક ઉચ્ચસ્તરીય ચીની પ્રતિનિધિ આવતા સપ્તાહે અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે. જે અમેરિકન વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈત્ઝર, વાણિજ્ય મંત્રી વિલ્બર રોસ અને ટ્રેઝરી મંત્રી સ્ટીવન નૂચિન સહિત વિવિધ અધિકારીઓ સાથે વેપાર સમજૂતી અંગે ચર્ચા કરશે.

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યું કે, ચીન સાથે વેપાર સમજૂતી કરવામાં કોઈ વાંધો નથી, પણ આ અમેરિકાના હિતમાં હોવું જોઈએ. હું એક માત્ર વ્યક્તિ છું, જે અમેરિકા માટે યોગ્ય વેપાર સમજૂતી કરવા માટે સક્ષમ છું. તેમણે આરોપ લગાવ્યો કે 2020માં રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટ ઉમેદવાર જો બિજેન આવું કરવામાં સક્ષમ ન હતા.

બિડેન ચીનને બધું જ સમેટીને આપી દેશે
ટ્રમ્પે કહ્યું કે, હું એક ઓબ્ઝર્વરની જેમ તમને કહી શકું છું કે બિડેન અને તેના દીકરાએ જે કંઈ પણ કર્યું, તે બધું તમારી સામે છે. તે ઘણા દેશો સાથે કામ કરી રહ્યા છે. આનાથી આપણા દેશને નુકસાન થઈ રહ્યું છે. એક ઉદાહરણ તરીકે તમે લઈ શકો છો કે બિડેન ચૂંટણી જીત્યા બાદ ચીન સાથે વેપાર સમજૂતી પર ચર્ચા કરશે અને તે બધું ચીનના હાથમાં પકડાવી દેશે. શું તમે આવું ઈચ્છો છો? તે અહીંથી બધુ સમેટીને તેમને આપી દેશે.

બિડેન પાસે ભ્રષ્ટાચાર કરવાની સારી તક
ટ્ર્મ્પે કહ્યું કે, તે (બિડેન) ભ્રષ્ટાચાર કરવા સિવાય કંઈ નથી કરતા, જ્યારે તેનાથી મારે કોઈ લેવા દેવા નથી. હું મારી રાજનિતી અંગે ચિંતીત નથી થતો. પરંતુ જો ભ્રષ્ટાચાર થશે તો હું તેનો સૌથી મોટો વિરોધી હોઈશ. બિડેન પાસે આવું કરવાની સારી એવી તક છે.

વેપાર સમજૂતી 100% આપણા પક્ષમાં કરીશું
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ચીન સાથે આપણો સારો એવો સમય પણ છે અને ખરાબ સમય પણ. જો કે અમે તેની સાથે વેપાર કરવા માટે મહત્વના તબક્કામાં પહોંચી ગયા છીએ. જો આવું થશે તો આ અત્યાર સુધી કરેલી સૌથી મોટી સમજૂતી હશે. પરંતુ આના માટે ચર્ચા કરવી કઠિન છે. આ કરાર આપણા પક્ષમાં 100% થવાનો નથી, પણ આપણે તેને 100% આપણા પક્ષમાં કરીશું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *