viaviramgamnews

નિર્ણયોમાં દખલથી પરેશાન જજે કોર્ટરૂમમાં પોતાને ગોળી મારી, ઈલાજ ચાલુ

નિર્ણયોમાં દખલથી પરેશાન જજે કોર્ટરૂમમાં પોતાને ગોળી મારી, ઈલાજ ચાલુ
  • પાંચ આરોપીઓને છોડી દેવાના નિર્ણય બાદ જજ ખાનાકોર્ટ પિયાંચનાએ આત્મહત્યાની કોશિશ કરી
  • સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો- જજના ફેસબુક અકાઉન્થી 25 પેજની નોટ અને વીડીયો શેર થયો
  • નોટ પ્રમાણે પિયાંચનાનો દાવો- છોડવામાં આવેલા પાંચમાંથી ત્રણ આરોપીને મોતની સજા થઇ શકતી હતી

Divyabhaskar.com

Oct 06, 2019, 08:40 PM IST

બેંગકોક: થાઇલેન્ડના યાલા પ્રાંતમાં જજ ખાનાકોર્ન પિયાંચનાએ શુક્રવારે કોર્ટરૂમમાં તેમની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના દ્વારા લખાયેલી 25 પેજની એક નોટ મળી છે જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. તેમાં લખ્યું છે કે નિષ્પક્ષ નિર્ણય લેવા માટે તેઓ સ્વતંત્ર ન હતા. સિનિયર અધિકારીઓ તેમના નિર્ણયમાં દખલગીરી કરી રહ્યા હતા. અત્યારે પિયાંચનાનો ઇલાજ ચાલી રહ્યો છે.

પિયાંચના બેંગકોકના યાલાના દક્ષિણી પ્રાંતની એક કોર્ટમાં જજના પદ પર કાર્યરત છે. શુક્રવારે કોર્ટમાં પાંચ આરોપીને કોઇ મામલામાં છોડી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન જજે કોર્ટરૂમમાં તેમની છાતીમાં ગોળી મારી દીધી. જોકે તેમને બચાવી લેવામાં આવ્યા છે. જજ પ્રમાણે કોર્ટે જેમને છોડ્યા તેમાંથી ત્રણને મોતની સજા થઇ શકતી હતી.

બીજી તરફ કોર્ટના પ્રવક્તાએ કહ્યું છે કે પિયાંચનાએ વ્યક્તિગત કારણોના લીધે આત્મહત્યાની કોશિશ કરી. જ્યારે અમુક કાયદાના જાણકારો માને છે કે પિયાંચનાના આરોપ સાચા છે. થાઇલેન્ડમાં આવુ બને છે જેવા આરોપ જજે લગાવ્યા છે. તેમના પ્રમાણે અમુક સિનિયર અધિકારીઓ ઘણી વખત ચૂકાદો બદલવા માટે મજબૂર કરે છે અથવા પોતે જ બદલી નાખે છે.

‘ જો પુરાવા નહીં, તો સજા પણ નહીં ’
પિયાંચનાએ કહ્યું, આ વાત સ્પષ્ટપણે સમજવી જોઇએ કે જો કોઇ વિરુદ્ધ પુરાવા હોય તો તેને સજા મળવી જ જોઇએ. જો એવુ ન હોય અને તમે નિશ્વિત પણ ન હો, તો સજા ન મળવી જોઇએ. હું એવુ નથી કહેતો કે પાંચ અપરાધીઓએ અપરાધ કર્યો છે પરંતુ ન્યાયિક પ્રક્રિયા પારદર્શક અને વિશ્વાસપાત્ર હોવી જોઇએ. કોઇ વ્યક્તિને ખોટી રીતે સજા આપવી તેને બલિનો બકરો બનાવવા સમાન છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *