viaviramgamnews

પોલીસ રક્ષક નહીં પણ ભક્ષક બની, વિઠ્ઠલાપુર પોલીસે જુગારીને લમધાર્યો

પોલીસ રક્ષક નહીં પણ ભક્ષક બની, વિઠ્ઠલાપુર પોલીસે જુગારીને લમધાર્યો

વિરમગામ: માંડલ તાલુકાના વિઠલાપુર પોલીસ સ્ટેશન હદમાં આવેલા ડઢાણા ગામે ગત સોમવારના રોજ જુગાર અંગેની બાતમી આધારે વિઠલાપુર પી.એસ.આઇ બી.એસ ચૌહાણ સહિતનો સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આરોપી શ્રવણસિંહ ઝાલા સહિત અન્ય ત્રણ આરોપીને શ્રવણસિંહ ઝાલાના ઘરેથી રૂ.30.400ના મુદ્દામાલ સાથે જુગાર રમતા 4 આરોપી ઝડપી લેવાયા હતા. ત્યારે આરોપી શ્રવણસિંહ ઝાલાને પી.એસ.આઇ અને સ્ટાફ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના પગલે ઇજાગ્રસ્તને બહુચરાજી પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહેસાણા ખસેડવામાં આવ્યો હતો. જુગારીઓને પકડવાની ઉચ્ચ અધિકારીઓની સુચનાને પોલીસ અધિકારી સહિતના કર્મચારીઓ જાણે આરોપી સાથે ગમે તેમ વર્તવુ એમ માની ગયા હોય તેમ લાગી રહ્યું છે.

આ બાબતે શ્રવણસિંહ ઝાલાને બહુચરાજી ની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને વધુ સારવારની જરૂર હોય મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જુગારના કેસમાં પોલીસ દ્વારા આરોપીને બેરહેમીપૂર્વક શા માટે માર મારવામાં આવ્યો એ બાબતે હાલ પંથકમાં ચર્ચા ચાલી રહી છે. જ્યારે યુવકને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો તેના મારના નિશાન સાથેનો વીડિયો પંથકમાં વહેતો થયો છે. જેમાં આરોપી જણાવે છે કે પોલીસ દ્વારા પતાવટના રૂપિયા 50 હજાર પણ માંગવામાં આવ્યા હતા.

આ બાબતે વિઠલાપુર પોલીસ સ્ટેશન ખાતે જાત માહિતી મેળવતા સ્થળ પર પહોંચી હાજર પી.એસ.ઓ સાથે જુગાર જેવી બાબતમાં આરોપીને બેરહેમીથી માર મારવા બાબતે પૂછતાં તેઓની પાસે કોઈ જવાબ ન હતો જ્યારે પી.એસ.આઈ એસ.બી. ચૌહાણ પોલીસ સ્ટેશન હદમાં પેટ્રોલિંગમાં બહાર ગયા હોવાનુ જણાવ્યું હતું અને ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયત્ન કરતા ફોન ઉપાડ્યો ન હતો. વિરમગામ ડિવિઝન એ એસ.પી પ્રવીણકુમાર સાથે આ બાબતે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવેલું કે આરોપી જુગારનો અડ્ડો ચલાવે છે અને બનાવના બે દિવસ પહેલાં પણ 17 તારીખે આરોપીના ઘરે રેડ કરવામાં આવી હતી. જેમાં જુગાર રમતા શ્રવણસિંહ સહિત ચાર આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે પાંચ આરોપીઓ નાસી જવામાં સફળ થયા હતા. જેવો હજુ વોન્ટેડ છે. આરોપી દ્વારા પોલીસને ધમકી આપવામાં આવી હતી. અને એસીબીનો કેસ કરવાની પણ ધમકી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *