viaviramgamnews

સમિટ / ગાંધીનગરમાં 3થી 5 જાન્યુઆરી સુધી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ થશે

સમિટ / ગાંધીનગરમાં 3થી 5 જાન્યુઆરી સુધી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ થશે
  • PMના હસ્તે લોકાર્પણ, હેલિપેડ ગ્રાઉન્ડમાં 1 લાખ ચો.મી. જગ્યામાં આયોજન

Divyabhaskar.com

Sep 21, 2019, 06:56 AM IST

અમદાવાદ: આગામી 3થી 5 જાન્યુઆરીએ ગાંધીનગરમાં હેલિપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. 1 લાખ ચો.મી. જગ્યામાં 14 મોટા ડોમમાં જુદા જુદા સેક્ટરનું પ્રદર્શન યોજાશે. સરદારધામના મિશન અને વિઝન અંતર્ગત 10 વર્ષીય એટલે કે 2026 સુધીના પાંચ લક્ષ્યબિંદુઓ નક્કી કરાયાં છે, જેમાં સરદારધામ બિલ્ડિંગ પ્રોજેક્ટ, સિવિલ સર્વિસ કેન્દ્રો (યુપીએસસી / જીપીએસસી), ગ્લોબલ બિઝનેસ સમિટ–દર બે વર્ષ 2026 સુધી, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન (GPBO), યુવા તેજ/તેજસ્વિનીઓનો સમાવેશ થશે. અમદાવાદના ‘સરદારધામ’ ખાતે રવિવારે સાંજે 5 વાગ્યે GPBS પ્રમોશનલ કાર્યક્રમ-12 યોજાશે. 2020માં બિઝનેસ સમિટમાં અલગ અલગ કાર્યક્રમો પણ કરાશે.

સમિટમાં અગ્રણી ઉદ્યોગપતિઓ પણ આવશે
અન્ય સમાજના ઉદ્યોગ સાહસિકોને 10 ટકા એક્ઝિબિશન સ્ટોલની ફાળવણી કરાશે, 7 લાખથી વધારે મુલાકાતી આવશે, પાટીદારોની પ્રગતિના પ્રતિબિંબ સમાન 1 હજારથી વધારે સેક્ટર સ્પેશિફિક સ્ટોલનું એક્ઝિબિશન થશે, અગ્રણી ઉદ્યોગપતિઓ આવશે, આર્થિક વિકાસના મુદ્દાઓ પર સેમિનાર, મહિલા ઉદ્યોગ સાહસિક, એગ્રીકલ્ચર અને ડેરી પ્રોડક્ટસ માટે એક્ઝિબિશન સ્ટોલમાં ખાસ 50% વળતર અંગેની માહિતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *